23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: સુરતમાં 14બિસ્કિટ સહિત 8.58 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત થયું

Surat: સુરતમાં 14બિસ્કિટ સહિત 8.58 કરોડનું દાણચોરીનું સોનું જપ્ત થયું


સારોલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કુલ પાસેથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલી કારને આંતરી મહીધરપુરામાં આઇગોલ્ડી જ્વેલર્સનાં સંચાલકના પિતા અને એક કર્મચારીને અટકાયતમાં લઇ તેમની પાસેથી સોનાની બિસ્કીટ, ભૂંકો અને ટુકડાં સહિત 8.58 કરોડની કિંમતનું 13 કિલો 700 ગ્રામ સોનું સિઝ કર્યું હતું. બંને પાસેથી પોલીસને સ્વીસ કંપનીના માર્કાવાળા 100 ગ્રામનાં એવા 14 સોનાના બિસ્કીટ પણ મળી આવતાં મામલો દાણચોરીનો હોવાની પ્રબળ આશંકાઓ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

સારોલી પોલીસ સારોલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કુલ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. પોલીસે બાતમીને આધારે ચોક્કસ નંબરની કાર આવતાં તેને અટકાવી હતી. કારની પાછળ લોખંડના સળીયા પડયા હતા. મામલો શંકાસ્પદ લાગતાં પાંચેયની તલાશી લેતાં 65 વર્ષીય મગન ધનજી ધામેલીયા અને તેને ત્યાં મહિને 30 હજારના પગારથી કામ કરતાં 31 વર્ષીય હિરેન ભરત ભટ્ટી પાસેથી સોનાના બિસ્કીટ, ટુકડાં અને ભૂંકાના સ્વરૂપે 14 કિલો 700 ગ્રામ સોનું મળી આવ્યું હતું. 8.58 કરોડની કિંમતના આ સોનાના જથ્થાનું બિલ નહિ મળતાં પોલીસે સોનું સિઝડ કર્યુ હતું

શર્ટની અંદર ગુપ્ત બંડીમાં છુપાવાયું હતું સોનું

પોલીસે કાર અટકાવી તેમાંથી પાંચ વ્યક્તિઓ મળી હતી. જે પૈકી બે પાસે સોનું હતું. બંનેએ સોનું આંતરિક વસ્ત્રોમાં છુપાવીને રાખ્યું હતું. સોનું છુપાવવા માટે સ્પેશ્યિલ બનિયાન બનાવી હતી જેમાં ગુપ્ત ખિસ્સા હતા. આ ખિસ્સામાંથી 17 કિલોની ઉપરનું સોનું મળતાં પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. પોલીસ અને બીજાંઓથી બચવા આ ગુપ્ત ખિસ્સા વાળી ખાસ બનિયાન બનાવવામાં આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય