28 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
28 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતSurat: સુરતમાં કુટણખાના પર પોલીસની રેડ, રૂપલલના, એજન્ટ સહિત 7ની ધરપકડ

Surat: સુરતમાં કુટણખાના પર પોલીસની રેડ, રૂપલલના, એજન્ટ સહિત 7ની ધરપકડ


સુરતમાં સ્પા-હોટલ પર ધમધમતા કૂટણખાના હવે કારખાનામાં પહોંચી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં ધમધમતા કૂટણખાના પર રેડ કરવામાં આવી હતી. વરાછા પોલીસની રેડમાં 4 લલનાઓ, 4 ગ્રાહકો અને બે એજન્ટ સહિત કુલ 10 મળી આવ્યા હતાં. પોલીસે તમામને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

વરાછા પોલીસે લાંબા સમયથી ઘનશ્યામનગરની શેર નંબર 20માં 242 નંબરના મકાનમાં ઉપરના માળે દરોડા પાડ્યા હતાં. ઘનશ્યામનગર ઈન્ડ્સ્ટ્રીયલ વિસ્તાર થઈ ગયો છે. અહિં મોટી સંખ્યામાં એમ્બ્રોઈડરીના યુનિટ ધમધમી રહ્યાં છે. રેસિડન્ટની સાથે સાથે મોટી સંખ્યામાં ઈન્ડ્સ્ટ્રીયલ યુનિટ આવેલા છે. જેમાં બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.

પોલીસે રેડ કરી ત્યારે પાંચેક રૂમો મળી આવી હતી. જેમાં કઢંગી હાલતમાં 4 લલનાઓ અને 4 ગ્રાહકો મળી આવ્યા હતાં. સમગ્ર ગોરખધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો. બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યાં છે. લલનાઓને મુક્ત કરાવવાની સાથે સાથે સમગ્ર કૂટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય