26 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
26 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: વેપારીનું અપહરણ કરનારા 3 લોકોની પોલીસે કરી ધરપકડ, માગી હતી ખંડણી

Surat: વેપારીનું અપહરણ કરનારા 3 લોકોની પોલીસે કરી ધરપકડ, માગી હતી ખંડણી


ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના ધંધા સાથે સંકળાયેલા વેપારીનું સુરત શહેરના કાપોદ્રા ચાર રસ્તા પાસેથી કારમાં અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આ વેપારી બુકી હોવાનું અને તેની પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવ્યા હોવાનું કહી 1 કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકાવી અબ્રામા ગામ પાસે છોડી દેવાયો હતો.

ત્રણ અપહરણકર્તાઓને પોલીસે ઝડપ્યા

કાપોદ્રા ચાર રસ્તા પાસે ચશ્માનું વેચાણ કરતા એક મહિલા વેપારીનું અપહરણ કરવાની ઘટના જોઈ જાતે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારે ઘટના પર વેપારીનું બાઈક દેખાઈ આવતા પોલીસે બાઈકના નંબરના આધારે વેપારી સુધી પહોંચી હતી અને પોલીસે ત્રણ અપહરણકર્તાઓને દબોચી લીધા હતા.

કાર અને બાઈક પર આવેલા ચાર શખ્સોએ વેપારીને આંતરી લીધો

ભાવનગરના ત્રાપજનો વતની અને હાલ માતાવાડી રંગ અવધૂત સોસાયટીમાં રહેતા આકાશ કુકડિયા, નાના વરાછા વ્રજવિલા હવેલી પાસે મોબાઈલ ફોનની એસેસરીઝનો ઓનલાઈન વેપાર કરે છે. મંગળવારે બપોરે ઘરેથી જમીને બે પોતાની ઓફિસ તરફ જઈ રહેલા આકાશની મોપેડને કાપોદ્રા ચાર રસ્તા પાસે કાર અને બાઈક પર આવેલા ચાર શખ્સોએ આંતરી લીધો હતો. તું બુકી છે તારી પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવ્યા છે અને તારે કારણે રાજકોટમાં 2 વ્યક્તિઓએ આત્મહત્યા કર્યાનું કહી બળજબરીથી કારમાં બેસાડી દેવાયો હતો. આ યુવકને નાના વરાછા લઈ જઈ ટોર્ચરિંગ કરી 1 કરોડની ખંડણી માગવામાં આવી હતી. તે નહીં આપે તો રાજકોટ લઈ જઈ બે વ્યક્તિઓના આપઘાતના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અબામા ગામ પાસે છોડી દેવાયો હતો.

સટ્ટાની ઉઘરાણી બાકી હોવાથી અપહરણ કર્યુ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ખુશાલે પોલીસને જણાવ્યું હતું કે આકાશ સાથે તેની મિત્રતા બંનેના કોમન ફ્રેન્ડ દિપેન સાથે થઈ હતી. તે વખતે ત્રણેય સટ્ટો રમતા હતા તે વખતના અઢી લાખ રૂપિયા આકાશ પાસે લેવાના હતા. તે નહિ આપતો હોય ઉઘરાણીમાં અપહરણ કર્યું હતું. બીજી તરફ આકાશ પોતે ક્યારેય સટ્ટો રમતો નહીં હોવાનું પોલીસને જણાવતો હોય મામલો ગૂંચવાયો છે. ખુશાલે વધુમાં જણાવ્યું હતું કે દિપેન હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. તેણે થોડાક સમય પહેલાં ફોન કરીને જણાવ્યું હતું કે આકાશ પાસે 10 કરોડ રૂપિયા આવ્યા છે. જેથી નાણા પરત મળવાની અપેક્ષા જાગી હતી. ખુશાલે પોતાની સાથેના સાગરીતોને 40 લાખની ઉઘરાણી બાકી હોવાનું જણાવ્યું હતું. 40 લાખ બાદ ખંડણીમાંથી જે રકમ બચશે તેનો સરખો ભાગ કરવાનું કહ્યું હતું. આ મામલે કાપોદ્રા પોલીસે સૂત્રધાર ખુશાલ રમેશ સાવલિયા ઉપરાંત અપહરણમાં સામેલ હાર્દિક મધુ ખુમાણ અને કેવલ ભરત કાકડીયાને દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્ય હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય