23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat મહાનગર પાલિકાએ આ વખતે નવરાત્રિના આયોજકો માટે શરતો રાખી

Surat મહાનગર પાલિકાએ આ વખતે નવરાત્રિના આયોજકો માટે શરતો રાખી


રાજકોટના ગેમઝોનમાં આગ લગવાની ઘટના બાદ રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે

 સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી

હવેથી નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખૈલેયાઓ માટે વ્યક્તિદીઠ એક સ્કવેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અન્ય કેટલીક શરતો રાખી છે. આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તેવું છે. નજીકના દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થશે ત્યારે દર વર્ષની જેમ અનેક આયોજકોએ પંડાલ, એસી ડોમ, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે, જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરી છે. જોકે આ વખતે હાયર ડિપાર્ટમેન્ટે ફાયર સેફટીની પરમિશનની ગાઈડલાઈન વધુ સખત બનાવી છે અને તેમાં નવી કેટલીક શરતો પણ ઉમેરી છે.

ફાયર એનઓસી માટેના કાયદાઓ પણ કડક કરી દીધા

રાજકોટની ઘટનામાં ગેમઝોનમાં મોટી સંખ્યામાં લોકો ગયા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. તેથી ઓછી જગ્યામાં મોટી સંખ્યામાં લોકો નહી પ્રવેશે તે માટેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેની સાથે પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે.

ફાયર એનઓસી વગરની આશરે એક હજાર જેટલી મિલકતો સામે કાર્યવાહી કરી સીલ મારી દીધી 

ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર એનઓસી વગરની આશરે એક હજાર જેટલી મિલકતો સામે કાર્યવાહી કરી સીલ મારી દીધી હતી અને તમામને ફાયર એનઓસી રિપોર્ટ રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારબાદ અનેક મિલકતધારકોએ તાબડતોડ ફાયર એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી એનઓસી લીધી હતી. તે ઉપરાંત પાલિકાએ હવે ફાયર એનઓસી માટેના કાયદાઓ પણ કડક કરી દીધા છે.

ફાયર વિભાગની કેટલીક શરતો

– આયોજકોએ કોઇ પણ મંડપ કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રિક ભઠ્ઠી, સબ સ્ટેશન, ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ઇલેક્ટ્રિક હાઇટેન્શન લાઇન કે રેલવે લાઇનથી દુર કરવાના રહેશે, બે સ્ટ્રક્ચર વચ્ચે બે મીટરથી ઓછું અંતર હોવું જોઇએ નહી.

– આયોજકો દ્વારા કોઇ પણ સ્ટ્રક્ચરની અંદર કોઇ પણ સ્ટોલ બનાવી શકશે નહી. તેમજ સ્ટ્રક્ચરની નજીક સ્ટેજના ભાગમાં આગ લાગી શકાય તેવા પદાર્થનો સંગ્રહ કરી શકાશે નહીં.

– પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે.

– પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરી શકાશે નહી. ઇમરજન્સીમાં લોકો બહાર નીકળી શકે તે માટે રસ્તા ખુલ્લા રાખવા પડશે.

– નવરાત્રિ આયોજકો દ્વારા સીટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધારે ન હોવો જોઇએ.

– પંડાલની કેપેસિટી મુજબ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 મીટરની જગ્યા રહે તે રીતે વ્યવસ્થા હોવી જોઇએ.

– સીટિંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસેજ હોવો જોઇએ. જેની પહોળાઇ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જોઇએ.

– પંડાલ કે સ્ટ્રક્ચરના પડદા અને કાર્પેટને ફાયર રિટાઇન્ડ પેઇન્ટ કરાવવા તેમજ જમીન પર બિછાવવામાં આવેલું કાપડ પણ આગથી સુરક્ષિત રહે તે મુજબના હોવા જોઇએ.

– નવરાત્રિ દરમિયાન ફાયર એક્સ્ટિંગ્યુશરના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યક્તિ રાઉન્ડ ધ ક્લોક ત્યાં હાજર રહેવી જોઇએ



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય