Surat Metro Project : સુરત શહેરમાં મેટ્રોની કામગીરીના કારણે અને લોકોના વેપાર ધંધો ઠપ્પ થઈ ગયા છે. ટાવર વિસ્તારના વેપારીઓનો વિરોધ સાથે હવે ભાગળ વિસ્તારના અન્ય વેપારીઓ પણ વિરોધ પ્રદર્શનમાં બહાર આવી રહ્યાં છે. ગઈકાલે મેટ્રોની કામગીરી વેપારીઓએ અટકાવી છે ત્યારબાદ આજે સતત બીજા દિવસે વેપારીઓએ મેટ્રોની કામગીરી અટકાવી છે. વેપારીઓએ સ્થાનિક થી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી પણ વળતર આપવા માટે વાયદો મળ્યો છે પણ તેનું પાલન થતું ન હોવાથી વેપારીઓ મરણીયા બન્યા છે.
સુરતના રાજ માર્ગ પર આવેલા ટાવર વિસ્તાર એક સમયે વેપાર ધંધા માટે પ્રખ્યાત હતો પરંતુ મેટ્રોના કારણે લોકોના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયાં છે એટલું જ નહી પરંતુ આ વિસ્તારમાં રહેતા લોકોને પણ ભારે હાલાકી થઈ રહી છે.