Surat : બ્રાઝિલ ખાતે યોજાયેલ 2024 U-20 રીયો મેયર્સ સમિટમાં સુરતના મેયરે સુરત મહાનગરપાલિકાની વિશિષ્ટ કામગીરી માટેનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે સુરતમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવાસ બનાવવામાં આવે છે તેના કારણે 2001માં ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા 20% થી ઘટાડીને આજે 6% કરતા ઓછી થઈ છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, 2030 સુધીમાં સુરત પાલિકાની ઊર્જાની જરૂરિયાતમાંથી 50 ટકા રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
બ્રાઝીલના બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ દ્વારા તા.14 થી 17 નવેમ્બર 2024 દરમ્યાન બ્રાઝિલના રીઓ- ડી-જાનેરો ખાતે 2024 U-20 રીયો મેયર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.