સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે,માંગરોળના મોટા બોરસરા ગામે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.મોડી રાત્રે સગીરા તેના મિત્ર સાથે અંધારામાં ગઈ અને આ ઘટના બની છે.જેમાં આરોપીઓ દ્રારા સગીરાના મિત્રને માર મારી ભગાડી દીધો અને ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની વાત છે.પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
માંગરોળના મોટા બોરસરા ગામે બની ઘટના
વડોદરા જેવી ઘટના સુરતમાં પણ બની છે જેમાં સામૂહિક દુષ્કર્મ આરોપીઓ દ્રારા આચરવામાં આવ્યું છે.મોડી રાત્રે આ ઘટના બની છે,જેમાં સગીરા તેના મિત્રને મળવા જાય છે અને અવાવરૂ જગ્યા પર ત્રણ શખ્સો આવીને સગીરાના મિત્રને માર મારે છે અને તેને ભાગડી દે છે ત્યારબાદ આરોપીઓ દ્રારા બળજબરી પૂર્વક સગીરા સાથે દુષ્કર્મ કરવામાં આવે છે.હાલમાં પોલીસે ડૉગ સ્કૉવડની મદદથી આરોપીઓની શોધખોળ શરુ કરી છે,જિલ્લાની પોલીસ દ્રારા આસપાસના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે.
સગીરાને સારવાર હેઠળ ખસેડાઈ
સગીરાએ ઘટનાની જાણ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને જે ઘટના બની તેની આપવિતી જણાવી હતી,હાલ સગીરાને સારવાર હેઠળ ખસેડાઈ છે અને અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે,જે મિત્રને માર મારવામાં આવ્યો છે તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે,ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,આરોપીનું લોકેશન પણ ડમ્પડેટના આધારે નીકળી શકે છે,પોલીસે હાલ તપાસનો દોર ધમધમાટ કર્યો છે.
7 ઓગસ્ટના રોજ આણંદમાં બની આવી જ ઘટના
બેડવા ગામના ત્રણ યુવકો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે,જેમાં સગીરાએ કહ્યું કે રાત્રીના સમયે આ યુવકો દ્રારા તેને શાળામાં લઈ જવામાં આવી અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,હાલમાં યુવતીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસ દ્રારા અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે,હવે અગામી સમયમાં પોલીસની તપાસમાં શું ખુલે છે તે જોવાનું રહ્યું.પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી છે અને ગામના અગ્રણીઓને નિવેદન પણ નોંધ્યા છે.આણંદમાં 16 વર્ષીય સગીરા પર ગેંગરેપનો પ્રયાસ કર્યો હોવાની વાત.
4 ઓગસ્ટના રોજ વડોદરામાં પણ બની આવી જ ઘટના
4 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા.