Online Shopping Cheating: ઓનલાઈન શોપિંગ કરનાર વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવકે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. પરંતુ, જેવું જ યુવક બોક્સ ખોલે છે તો મોબાઈલની બદલે એવી વસ્તુ નીકળે છે, જેને જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હકીકતમાં બોક્સમાં મોબાઈલની બદલે ઘડિયાળ અને સ્પ્રેની બોટલ નીકળતાં તે ચોંકી ગયો હતો. બાદમાં તેણે ઓનલાઈન ફરિયાદ કરી પરંતુ, કંપની દ્વારા યોગ્ય જવાબ ન મળતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.