જમીન કૌભાંડમાં જે કે સ્વામીની ધરપકડ કરવામાં આવી. આણંદના રીંઝા ગામમાં સ્વામિનારાયણ મંદિર માટે જમીનના બહાને જે કે સ્વામીએ એક કરોડની ઠગાઈ કરી હતી. સુરત ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે જે કે સ્વામી અને મનસુર ખાન ઉર્ફે પાર્થ પઠાણની ધરપકડ કરી.
ગત 26 જુલાઈના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આરોપીઓ સુરેશ શાર્દૂલ ભરવાડ, જે કે સ્વામી, શ્રી નીલકંઠ વરણી ડેવલોપર્સના સંચાલક પટેલ અમિત રમેશ પંચાલ, પાર્થ ઉર્ફે મનસુર ખાન, મૌલિક પરમાર વિરુદ્ધ એક કરોડની રકમની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે જે કે સ્વામી અને મંસુરખાન ઉર્ફે પાર્થ પઠાણની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા.
જમીન કૌભાંડ કેસમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતની CID ક્રાઇમે ધરપકડ કરી છે. જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મહંત વિરૂદ્ધ રાજકોટ અને સુરતમાં ગુનો નોંધાયા છે ત્યારે CID ક્રાઇમે 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.