25.6 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
25.6 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: થર્ટી ફર્સ્ટ પહેલા મુંબઈથી ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂની ખેપનો પર્દાફાશ

Surat: થર્ટી ફર્સ્ટ પહેલા મુંબઈથી ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂની ખેપનો પર્દાફાશ


ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે. પણ બુટલેગર્સ ગેરકાયદેસર રીતે દારુ રીતે અવનવા કિમિયા કરીને રાજ્યમાં દારુ ઘૂસાડતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે. થર્ટી ફર્સ્ટ પહેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે.

સુરતમાં થર્ટી ફર્સ્ટ પહેલા વિદેશી દારૂ ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરત મુંબઈથી ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂ ઘૂસાડવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસે બાતમીના આધારે રેડ કરતા ભેદ ખુલ્યો હતો. દરોડા દરમિયાન ખટોદરા પોલીસે  બીયરની ટીન મળી કુલ 1352 નંગ દારૂના જથ્થા સાથે વિજય દસલાણીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

થર્ટી ફસ્ટને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય એ માટે સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

થર્ટી ફસ્ટને લઇ સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સુરતીલાલાઓ વર્ષ 2024ને અલવિદા કહીને વર્ષ 2025નું સ્વાગત કરવા થનગની રહ્યા છે. સુરત શહેરમાં થર્ટી ફસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. સુરતમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. છે જેમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય