સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના બોગસ તબીબોને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બન્ને આરોપીઓે ડો.રશેષ ગુજરાતી, ડો.બી.કે.રાવતને રિમાન્ડ પર મોકલી આપ્યા છે. બોગસ ડિગ્રી મામલે પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર મામલે કોર્ટે બન્ને આરોપીઓેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરતમાં 13 બોગ્સ તબીબ ઝડપાયા મામલે સુરતની કોર્ટમાં તમામને રજુ કરાયા હતા. ડો.રશેષ ગુજરાતી, ડો.બી.કે.રાવતના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અન્ય 10 આરોપીઓને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. છેલ્લા 20 વર્ષમાં બંને મુખ્યા સૂત્રધાર તબીબોના મોટા કારનામા સામે આવ્યા છે. 1200થી વધુ બોગ્સ ડોકટરોનો જન્મ કર્યો છે. ડો. રશેષ ગુજરાથી અને ડો. બી. કે. રાવત મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. બોગસ તબીબો તૈયાર કરતા કારખાનાનો પર્દાફાશ આખરે પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોપીપુરા સ્થિત જર્જરીત બિલ્ડીંગમાંથી આ આખો ખેલ ચાલતો હોવાનું સામે આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
સુરતમાં બોગસ તબીબ મુદ્દે પાંડેસરા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે પોલીસે 13 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ છે. પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતાં. આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી. ભૂતકાળમાં કમ્પાઉન્ટર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઉભું કરી રૂપિયા 50થી લઈને 200 રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતાં. આ તપાસમાં કુલ 20 તબીબોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન હજારોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.