સુરતના કિમ રેલવે સ્ટેશને સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો ડબ્બો પાટા પરથી ઉતર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પાર્સલ ભરેલો ડબ્બો પાટા પરથી ખડી પડતા ફફડાટ મચ્યો હતો. ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.
સુરતના કિમ રેલવે સ્ટેશન પાસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો ડબ્બો પાટા પરથી ઊતરી ગયો હતો. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી મળી રહી. પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેશનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો. એન્જીન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે. જોકે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાની કારણે મોટી દુર્ઘટના ટળી છે.
સૌરાષ્ટ્ર એક્સપ્રેશનો પેસેન્જર ભરેલો એન્જીન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક તંત્રમાં દોડધામ મચી હતી. જોકે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તુરંત ટ્રેન અટકાવી દીધી હતી. ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાની કારણે મોટી દુર્ઘટના ટળી છે. રેલવે વિભાગે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.