Surat News: રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે. સુરતમાં વધુ એક પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. સોમવારે (બીજી ડિસેમ્બર) શહેરના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હતું.
સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત
મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડના કીમ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી 37 વર્ષીય શૈલેષ વસાવા પસાર થઈ રહ્યા હતા.