23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: કીમમાં ટ્રેન ઉથલાવવાના કેસમાં 3 લોકોની ધરપકડ, થયો આ મોટો ખુલાસો

Surat: કીમમાં ટ્રેન ઉથલાવવાના કેસમાં 3 લોકોની ધરપકડ, થયો આ મોટો ખુલાસો


કીમમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. ખોટી વાહવાહી લૂંટવા કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. કીમ રેલવે સ્ટેશન પાસે ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ બોગસ નીકળ્યું હોવાનું ખુલ્યું છે.

રેલવેના ત્રણ ટ્રેક મેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી

ઘટનાને લઈને રેલવેના ત્રણ ટ્રેક મેનની સુરત જિલ્લા પોલીસે પૂછપરછ કરી હતી અને ત્રણ પૈકીનો એક કર્મચારી કોન્ટ્રાક્ટ હેઠળનો હોવાનું સામે આવ્યું છે. રેલવેના ત્રણ ટ્રેક મેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પુછપરછ કરતા કહ્યું કે આ ઘટના બનતા અમે રોકી અને પ્રશંસા મેળવવા માટે આ કાવતરૂં રચ્યું હતું. ત્રણેય કર્મીઓને આશા હતી કે સરકાર તરફથી અને રેલવે તંત્ર તરફથી અમને ઈનામ મળશે, જેને લઈને આ પ્લાન રચ્યો હતો.

બે દિવસ પહેલા સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ ઘડ્યું હતું

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ ગયું હતું. અજાણ્યા શખ્સો દ્વારા આ કાવતરૂ કર્યું હોય તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. ફીશ પ્લેટ ખોલી નાખીને રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. ત્યારે રેલવે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને થોડાક કલાકોમાં તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

કાલિંદી એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર

8 સપ્ટેમ્બરે પણ રાત્રે 8.30 વાગ્યે કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો મોટો ખુલાસો થયો હતો. પ્રયાગરાજથી ભિવાની સ્ટેશન જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા LPG સિલિન્ડર સાથે ટ્રેન અથડાઈ હતી અને ત્યારબાદ મોટો જોરદાર અવાજ પણ થયો હતો. એટલું જ નહીં, સ્થળ પરથી પેટ્રોલ ભરેલી બોટલ અને ગન પાઉડર સાથે માચીસની સ્ટીક પણ મળી આવી હતી, તે પછી આ ઘટનાને લઈને આતંકવાદી ષડયંત્રના એંગલથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

દેશ અને રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની અનેક ઘટનાઓ સામે આવી

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશ અને રાજ્યમાં ટ્રેન ઉથલાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે અને જેને લઈને રેલવે તંત્ર સહિત અનેક અધિકારીઓ સર્તક છે અને આવા ઘટનાઓને અંજામ આપનારા તત્વો વિરૂદ્ધ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા રેલવે ટ્રેક પણ ગેસનો સિલિન્ડર મુકીને ટ્રેન ઉથલાવવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય