Sunita Williams Comeback Might Be Her Last Flight: સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર હવે ઘરે આવવા માટેની તૈયારી કરી રહ્યા છે. તેઓ બન્ને છેલ્લા ઘણાં સમયથી સ્પેસમાં ફસાયા હતા. તેમને લાવવા માટે નાસા ઘણાં સમયથી તૈયારી કરી રહ્યું હતું. તેમના અવકાશયાન બોઇંગ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ ઇશ્યુ આવવાથી તેઓ અવકાશમાં જ અટકી ગયા હતા. જોકે, હવે તેઓ 16 માર્ચે ધરતી પર આવી રહ્યા છે અને સુનિતા વિલિયમ્સની એ છેલ્લી ફ્લાઇટ હોવાની ચર્ચા છે.