વિશ્વમાં અનેક એવા ગ્રામીણ વિસ્તારો છે, જ્યા વીજ પૂરવઠો છે જે નહીં. પણ ત્યારના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના આવિશ્કારની મદદથી સારો એવો અભ્યાસ કરીને ટોચના વિજ્ઞાનીકોમાં સ્થાન મેળવે છે. અમે વાત કરી રહ્યાં છીએ. તાંઝાનિયાના ગ્રામીણ સમુદાયમાં રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે સોલાર બેકપેક્સનો ઉપયોગ કરી રહ્યા છે.
આમ તો તમે જાણતા જ હશો કે, વિદ્યાર્થીઓ શાળા પછી વાંચવાનું શીખવું એ લાઇટ ચાલુ હોય ત્યારે ખૂબ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ કલ્પના કરો કે તમે લાઇટ વગર પણ તમારું હોમવર્ક કરવાનો પ્રયાસ કરવું કેટલું મુશ્કેલ બને? આફ્રિકાના ગ્રામીણ વિસ્તારોમાં શાળાના બાળકો આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, કેટલાક પરિવારોને તેમના બાળકો રાત્રે અભ્યાસ કરી શકે તે માટે દીવાઓમાં મોંઘા અને પ્રદૂષિત તેલ બાળવા પડે છે. તેવામાં હવે એક સંસ્થા તાંઝાનિયામાં બાળકોને રાત્રીમાં અભ્યાસ કરવો હોય તેમાં હોમવર્ક કરવું કે વાંચવામાં મદદ કરવા માટે સોલાર બેકપેક્સનો ઉપયોગ કરી રહ્યા છે.
સૌર ઉર્જાથી ચાલતા બેકપેક્સ કેવી રીતે કામ કરે છે?
તાંઝાનિયામાં ઘણા ઘરો વીજળીથી જોડાયેલા નથી, ગ્રામીણ વિસ્તારોમાં ત્રીજા ભાગ કરતા પણ ઓછા, જે બાળકોને શિક્ષણ મેળવવામાં મોટો અવરોધ બની શકે છે. તેવામાં એક વિજ્ઞાનિકને બેકપેકનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તે જે બાળકો સાથે વાંચન જૂથો બનાવી રહ્યો હતો તેઓએ તેને વાંચ્યા વગરના પુસ્તકો પાછા આપ્યા, કારણ કે સાંજે તેમની પાસે વાંચવા માટે ઘરમાં વીજ પૂરવઠો ઉપલબ્ધ ન હતો. જેના કારણે વિદ્યાર્થીઓને રાત્રીના સમયમાં અભ્યાસ કરવું વધારે મુશ્કેલી પડી રહી હતી. જેને લઇ તે વિજ્ઞાનિકે સિમેન્ટ બેગ અને પરંપરાગત આફ્રિકન કાપડ સહિત રિસાયકલ કરેલી સામગ્રીમાંથી સૌર ઉર્જાથી ચાલતા બેકપેક્સ બનાવવાનું શરૂ કર્યું.
બેગમાં એક સોલાર પેનલ સીવેલું હતું, જે સંપૂર્ણ ચાર્જ થવાથી આઠ કલાક સુધી પ્રકાશ પૂરો પાડી શકે છે અને પછી શાળાએ જતા સમયે ફરીથી ચાર્જ કરી શકે છે. તેથી એક દિવસના તેજસ્વી હવામાનથી ઘણી રાતો વાંચનનો સમય મળી શકે છે. તેમને તેમની કંપની માટે યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી સહાય આપવામાં આવી છે, જેને 21,000 બાળકોને મદદ કરવા બદલ યુકે સરકાર દ્વારા પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
ભારતના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણમાં ક્રાંતિ લાવી શકે?
તાંઝાનિયામાં, વિદ્યાર્થીઓ સાંજ પછી અભ્યાસ કરવા માટે સૌર ઉર્જાથી ચાલતા બેકપેકનો ઉપયોગ કરી રહ્યા છે. રિસાયકલ કરેલ સિમેન્ટ બેગ અને પરંપરાગત કાપડમાંથી બનેલી આ નવીન બેગ દિવસ દરમિયાન ચાર્જ થાય છે અને રાત્રે 8 કલાક પ્રકાશ પૂરો પાડે છે. ભારતના ઘણા ગામડાઓમાં હજુ પણ વિશ્વસનીય વીજળીનો અભાવ હોવાથી, શું આ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણમાં ક્રાંતિ લાવી શકે છે? શું તમને લાગે છે કે ભારતે પણ આવું જ કંઈક વિકસાવવું જોઈએ? જો તમારો જવાબ હા હોય તો…દેશના એવા અનેક ગામડાઓ છે જ્યા વીજ પુરવઠો નથી અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં માઠી અસર સર્જાય છે. જેના કારણે બાળકનો અભ્યાસથી વંચિત થઇ જાય છે માટે જો સોલાર બેકપેક્સનો ઉપયોગ ભારતમાં થાય તો અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે નવું ઘડતર મળશે અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.