Vadodara News: વડોદરાના સમા સાવલી રોડ પર આવેલી ઊર્મિ સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચેની ક્રિકેટ મેચમાં થયેલી મારામારી માં પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના પગલે ભારે હોબાળો મચી ગયો હતો.
મળતી વિગતો પ્રમાણે ઊર્મિ સ્કૂલમાં ધોરણ 10 ના હોસ્ટેલના અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે આજે ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન એક ટીમ હારવા આવતા તેમાં સામેલ વિદ્યાર્થીઓએ સામેની ટીમ સાથે ઝઘડો કર્યો હતો. બોલાચાલી પછી વાત મારા મારી સુધી પહોંચી હતી અને વિદ્યાર્થીઓ એકબીજાને મારવા માંડ્યા હતા.