– નીચા મતદાનની ચિંતા છતાં રાજકીય પક્ષો-ઉમેદવારોને જીતનો વિશ્વાસ, મંગળવારે ઈવીએમના પટારામાંથી બહાર નીકળશે જનાદેશ
– રાજપરા સીટ ઉપર ચિંતાજનક 17.15 ટકા જ મત પડયાં, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો
ભાવનગર : ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંગ્રામમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ જોવા મળ્યો હતો. ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૫૩ ટકાથી વધુ મતદાન થયું હતું. તો તાલુકા પંચાયતની પાંચ અને મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં મતદારોમાં નિરૂત્સાહ રહેતા મતદાનની ટકાવારીનો આંકડો ૩૪ ટકાને પણ આંબી શક્યો ન હતો.