ભુજના માધાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે જેમાં વૃદ્ધાને શિંગડે રાખીને ઢોરે તેમને નીચે પછાડતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા,તો રખડતા ઢોરને લઈ અવાર-નવાર પાલિકા તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા તેમની વાત તંત્ર નકારી કાઢતું હોય તેવો સ્થાનિકોનો આક્ષેપ છે,તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
વૃદ્ધને રખડતા ઢોરે શિંગડે ચડાવ્યા
ભુજના માધાપારમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે,જેમાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા છે,આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને વૃદ્ધને કમરના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.આ ઘટના બન્યા પછી પંચાયતે આખલાને ઝડપી પાડયો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે અવાર-નવાર ઢોર શેરીઓ સુધી આવી જાય છે અને આતંક મચાવતા હોય છે જેના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે.
જામનગરમાં હરિયા સ્કૂલ પાસે રખડતા ઢોરથી મોત ( 10-02-2025 )
જામનગરમાં રખડતા ઢોરના આતંકથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો,જેમાં વૃદ્ધા રાત્રીના સમયે ગાયને રોટલી ખવડાવવા જાય છે અને તે દરમિયાન અચાનક ગાય તેના શિંગડાથી વૃધ્ધને ઉછાળીને નીચે પછાડે અને વૃદ્ધા ઉભા થઈ શકતા નથી બીજી તરફ આસપાસના સ્થાનિકો દોડી આવે છે અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે,પરંતુ વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.મહાનગરપાલિકાને જાણ હોવા છત્તા પણ રખડતા ઢોરને પકડવામા આવતા નથી તેવો આક્ષેપ સ્થાનિકોનો છે.
મોરબીમાં રખડતા ઢોરને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન તેમજ રખડતા ઢોરની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર 08222-220551 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જાહેર જનતા ફરિયાદ લખાવી શકે છે. તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.