ભારતીય શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુરુવારે , 21 નવેમ્બર, 2024 ના ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર ભારે ડાઉન થયુ હતું. ત્યારે દિવસના અંતે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં જ બંધ થયું હતું. બપોરે 3.30 કલાકે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં 422.59 પોઇન્ટનો ઘટાડા સાથે 77,155 અંક પર બંધ થયું. જ્યારે નિફ્ટી 171.85 પોઇન્ટના ઘટાડા સાથે 23,346 અંકે બંધ થયો હતો.
BSEનું માર્કેટ કેપ આ સ્તરે ગગડ્યુ
બીએસઈનું માર્કેટ કેપ ઘટીને રૂ. 425.29 લાખ કરોડ થયું છે અને રૂ. 478 લાખ કરોડની સર્વકાલીન ટોચે પહોંચ્યા પછી, તેમાં રૂ. 49 લાખ કરોડનો ઘટાડો થયો છે. આજે બીએસઈના 4065 શેરમાં ટ્રેડિંગ બંધ થયું હતું, જેમાંથી 1237 શેર ઉછાળા સાથે અને 2736 શેર ઉછાળા સાથે બંધ થયા હતા.
નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સ
જો આપણે નિફ્ટીના સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો નિફ્ટી આઈટી, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટીના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો અને અન્ય તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ઘટી રહેલા સેક્ટર્સમાં PSU બેન્કોમાં મહત્તમ 2.70 ટકાની નબળાઈ જોવા મળી હતી અને મીડિયા શેરોમાં 2.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ શેરોની સ્થિતિ
જો આપણે BSE સેન્સેક્સના શેરની સ્થિતિ જોઈએ તો 30માંથી 10 શેરમાં ઘટાડો જોવા મળે છે અને અહીં પાવર ગ્રીડનો શેર સૌથી ઝડપી હતો. વધતા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, ટીસીએસ, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ઘટી રહેલા સેન્સેક્સ શેરોમાં અદાણી પોર્ટ્સ, SBI, ITC, NTPC, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને બજાજ ફિનસર્વમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.