શ્રીલંકા ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની ત્રીજી મેચ 19 નવેમ્બરે રમાશે. શ્રીલંકાએ તેની પ્લેઈંગ ઈલેવનમાંથી 5 ખેલાડીઓને હટાવ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ એક ખેલાડીને ડેબ્યૂ કરવાની તક મળી છે.
શ્રીલંકાએ 5 મોટા ફેરફાર કર્યા
શ્રીલંકાએ ત્રીજી વનડેમાં 5 ફેરફારો કર્યા છે, જેમાં પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, કામિન્દુ મેન્ડિસ, દુનિથ વેલ્લાલાગે અને અસિથા ફર્નાન્ડોને બહાર કરવામાં આવ્યા છે. ટીમમાં બેટ્સમેન નિશાન મદુશંકા અને નુવાનિડુ ફર્નાન્ડો, ઝડપી બોલર દિલશાન મદુશંકા અને મોહમ્મદ શિરાઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ચામિંડુ વિક્રમસિંઘેને શ્રીલંકા તરફથી ડેબ્યૂ કરવાની તક મળી છે. ઝકરી ફોલ્કેસને ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યૂ કરવાની તક મળી છે. શ્રીલંકાએ 3 મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે. આવી સ્થિતિમાં છેલ્લી મેચ માટે શ્રીલંકન ટીમ મેનેજમેન્ટે પ્લેઈંગ ઈલેવનમાં આ 5 ખેલાડીઓને અજમાવવા માટે તક આપી છે.
શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું
આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી કિવી ટીમે 21 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 112 રન બનાવી લીધા છે. ટિમ રોબિન્સન 7 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. વિલ યંગ 68 બોલમાં 56 રન બનાવીને રમી રહ્યો છે. આ માટે હેનરી નિકોલ્સ 51 બોલમાં 46 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડ આ મેચ જીતીને પોતાનું સન્માન બચાવવા માંગશે. જ્યારે શ્રીલંકા ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. વરસાદના કારણે મેચ અટકી છે.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
નિશાન મદુષ્કા, અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિડુ ફર્નાન્ડો, સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા (કેપ્ટન),જેનિથ લિયાનગે, ચામિન્દુ વિક્રમસિંઘે, મહીશ થિક્ષાના, જેફરી વાંડરસે, દિલશાન મદુશંકા, મોહમ્મદ શિરાજ
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન
ટિમ રોબિન્સન, વિલ યંગ, હેનરી નિકોલ્સ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (wk), માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ઝાકરી ફોલ્કેસ, ઈશ સોઢી, એડમ મિલ્ને.