કેટલાક લોકોને ઘણીવાર સૂતા પહેલા અથવા મધ્યરાત્રિએ પાણી પીવાની આદત હોય છે. કેટલાક લોકો વારંવાર ઊંઘમાંથી જાગીને પાણી પીવે છે. કારણ કે રાત્રે પાણી પીવું અથવા ગળું સુકાવું એ સામાન્ય બાબત છે. પરંતુ જો તમારી સાથે આવું પહેલીવાર થઈ રહ્યું હોય તો તે સામાન્ય નથી. રાત્રે સુકાયેલું ગળું પણ કેટલીક બીમારીઓ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.
ત્યારે જો તમે પણ રાત્રે ગળુ સુકાઇ જવાની સમસ્યા અનુભવી રહ્યા હોવ તો આ બાબત તમારે અવગણવી જોઇએ નહી. જો તમને એકાએક જ રાત્રે ગળુ સુકાવવા લાગે તો તે કયા રોગની નિશાની છે તે સમજવુ જરૂરી છે. ત્યારે આવો જાણીએ અડધી રાત્રે ગળુ કેમ સુકાય છે.
ડાયાબિટીસ
એવું માનવામાં આવે છે કે વારંવાર તરસ લાગવી અને ગળું સુકાવું એ ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. આ સિવાય જો તમને વારંવાર પેશાબ જવુ પડતુ હોય અથવા તમને ખૂબ જ થાક લાગતો હોય તો તમારે જલદી બ્લડ શુગર ટેસ્ટ કરાવવો જોઈએ.
મો સુકાવવું
રાત્રે ગળું સૂકાવાનું એક કારણ લાળનું ઓછું ઉત્પાદન છે. જો તમારા મોંમાં લાળ ઉત્પન્ન થતી નથી, તો તમારું મોં શુષ્ક રહે છે અને તમને વારંવાર તરસ લાગે છે. કેટલીક દવાઓની આડઅસરને કારણે પણ આવું થઈ શકે છે.
સ્લીપ એપનિયા
જો તમે સૂતી વખતે મોઢું ખુલ્લું રાખીને સૂઈ જાઓ છો, અથવા નસકોરા બોલો છો, તો પણ તમારે ગળું સુકાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ એક ગંભીર સમસ્યા બની શકે છે. આવી સ્થિતિમાં તમારે આ માટે ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.
ડિહાઇડ્રેશન
રાત્રે સૂકા ગળાનું મુખ્ય કારણ શરીરમાં પાણીની ઉણપ હોઈ શકે છે. જો તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા નથી, તો તમારું શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. માનસિક તણાવ અને ચિંતા પણ ડિહાઇડ્રેશનનું કારણ બને છે. આ જ કારણ છે કે રાત્રે વારંવાર તમારું ગળું સુકાઈ જાય છે. તેથી, આખા દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો.
એલર્જી અથવા સાઇનસ સમસ્યાઓ
બંધ નાક અથવા એલર્જીને કારણે મોં દ્વારા શ્વાસ લેવાથી પણ રાત્રે વારંવાર ગળું સુકાઈ શકે છે. આ સિવાય જ્યારે તમારા પેટનો એસિડ ગળા સુધી પહોંચે છે ત્યારે તમને ગળુ સૂકાવા જેવી સમસ્યા પણ થઈ શકે છે.