ગાંધીધામ ઉપરાંત ભચાઉ, ગવરીપર અને આદિપુરમાં બન્યા બનાવો
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં સામાન્ય બાબતોએ મારામારીની છ ઘટનાઓ બની હતી. જે બાબતે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામ ઉપરાંત ભચાઉ અને ગવરીપરમાં મારમારીની ઘટનાઓ સામે આવી છે.
આ અંગે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ સુભાષનગરમાં રહેતા ફરિયાદી પાર્થ હીરેનભાઈ પંડયાના જણાવ્યા પ્રમાણે આરોપી નીહીરભાઈ બીપીનભાઈ ચંદારાણા, વિજયભાઈ કુશવાહા, નીહીરભાઈની માતાએ ફરિયાદીની ગાડી ઉભી રખાવી તારી ગાડીથી ધુળ કેમ ઉડાવે છે ? તેમ કહી ગાળો આપી મારામારી કરી માથાના ભાગે ડીસમીસ મારી ઈજાઓ પહોંચાડી હતી.