વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો અને રાશિચક્રનો વિશેષ સંબંધ છે. જેમ ગ્રહ અને નક્ષત્રનું પરિવર્તન થાય તેની અસર 12 રાશિઓ પર અલગ અલગ પડે છે. ત્યારે 2024નું વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે ઘણા ગ્રહો ગોચર કરવાના છે. શુક્ર ગ્રહ દ્વારા નવા વર્ષના પહેલા જ રાશિ પરિવર્તન કરવામાં આવશે. તો શનિ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરશે. વાત કરીએ ધન વૈભવના દેવતા શુક્રની તો 28 ડિસેમ્બરે શુક્ર રાત્રે 11 વાગેને 48 મિનિટે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલેથી જ શનિ તો છે જ. ત્યારે હવે શુક્ર પણ તેમાં જશે એટલે શનિ સાથે શુક્રની યુતિ થશ.
કઇ રાશિ માટે લાભદાયી
શુક્ર 28 જાન્યુઆરી 2025 સુધી કુંભ રાશિમાં રહેશે. આ રીતે શુક્ર અને શનિનો સંયોગ 30 દિવસ સુધી રહેશે જે 12માંથી 3 રાશિઓ માટે ફળદાયી રહેશે.ત્યારે આવો જાણીએ કઇ રાશિ છે જેને શુક્ર-શનિની યુતિનો ફાયદો મળશે.
વૃષભ રાશિ
- વૃષભ રાશિના જાતકો માટે શુક્ર અને શનિનો સંયોગ લાભદાયક રહેશે.
- નવું વર્ષ નવી આશાઓ અને વિચારો સાથે રહેશે.
- કંઈક મોટું કરવાનું વિચારી શકશો. ઘરમાં સુખ-શાંતિ રહેશે.
- આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
- સામાજિક કાર્ય ઉપરાંત તમે ધાર્મિક કાર્ય પણ દિલથી કરશો.
- તમે તમારા જીવનસાથીનો સહયોગ મેળવી શકશો.
- અવિવાહિત વ્યક્તિના લગ્ન થઈ શકે છે.
- નવા સંબંધો બનશે અને જૂના મિત્રો સાથે તાલમેલ સુધરશે.
તુલા રાશિ
- શુક્ર અને શનિનો સંયોગ તુલા રાશિ માટે ફાયદાકારક રહેશે.
- નવા વર્ષ પહેલા કંઈક સારું સાંભળવા મળી શકે છે.
- આવક વધારવાની નવી તકો પ્રાપ્ત થશે.
- વેપારમાં પ્રગતિ થઈ શકે છે.
- નોકરીયાત લોકો માટે પણ સમય સારો રહેશે.
- સમાજમાં તમારું માન-સન્માન વધશે.
- દેવામાંથી રાહત મળવાની પણ સંભાવના છે.
કુંભ રાશિ
- શુક્રનું સંક્રમણ અને શનિ સાથે જોડાણ કુંભ રાશિ માટે સારો સમય રહેશે.
- જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
- જીવનસાથી સાથે તાલમેલ સારો રહી શકે છે.
- આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે.
- તમે રોકાણ કરવાનું વિચારી શકો છો, જે લાભદાયક રહેશે.
- કોર્ટના મામલામાં તમને સફળતા મળી શકે છે.
- ધનમાં વૃદ્ધિની તકો રહેશે.