માં અંબાની આરાધ્યાનો પર્વ શારદીય નવરાત્રિ આજથી એટલે 3 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે, જે 11મી ઓક્ટોબર સુધી ચાલશે. આ સમય દરમિયાન, ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ગોચર કરી રહ્યો છે અને તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે તુલા રાશિમાં શુક્રનું સંક્રમણ કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગનું સર્જન કરી રહ્યું છે. આ બંને રાજયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાના છે.
મેષ રાશિ
સૂર્યગ્રહણ મેષ રાશિ માટે શુભ નથી, પરંતુ તેના પછી થઈ રહેલું શુક્રનું સંક્રમણ આ લોકોને લાભદાયક રહેશે. પરિણીત લોકોનું જીવન પ્રેમથી ભરેલું રહેશે. જ્યારે અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. નોકરી અને વ્યવસાય માટે સમય સકારાત્મક છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિનો પણ સ્વામી શુક્ર છે અને શુક્રનું આ સંક્રમણ આ લોકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. તમને નવી નોકરી મળશે, તે પણ ઈચ્છિત પદ અને પૈસા સાથે. આર્થિક લાભ થશે. સુખ તમારા જીવનમાં પ્રવેશ કરશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થશે.
કન્યા રાશિ
આ રાજયોગ કન્યા રાશિના લોકોને લાભ આપશે. આર્થિક લાભ થશે. અણધાર્યા સ્ત્રોતોમાંથી પૈસા આવશે. વાણીના બળ પર કામ થશે. સાથે જ વ્યક્તિત્વ સુધરશે. કરિયરમાં પ્રગતિ થશે અને વેપારીઓને ફાયદો થશે.
કુંભ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. તમને દેવાથી મુક્તિ મળશે. નોકરીયાત લોકો માટે સમય સારો છે. બેરોજગારોને રોજગાર મળશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. નવી કાર કે મકાન ખરીદી શકો છો. કોઈ ધાર્મિક અથવા શુભ પ્રસંગનો ભાગ બનશે.