20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષShukra Gochar: વૈભવ કારક ગ્રહ શુક્ર અપાવશે વૈભવ, છલોછલ ધનના ભંડાર છલકાશે

Shukra Gochar: વૈભવ કારક ગ્રહ શુક્ર અપાવશે વૈભવ, છલોછલ ધનના ભંડાર છલકાશે


તમામ નવ ગ્રહોમાં સૌથી પાવર ફૂલ ગ્રહ એટલે શુક્ર. શુક્ર દેવ વૈભવ કારક હોવાથી ધન સમૃદ્ધિ આપવામાં મદદ કરે છે. શુક્ર દેવના રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તનથી તમામ જાતકોને અસર થાય છે. ડિસેમ્બરમાં વૈભવ અને સુખ સમૃદ્ધિ અપાવનાર શુક્ર દેવ ગોચર કરશે. આ વખતે ડિસેમ્બર મહિનામાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનાર શુક્ર પોતાની રાશિમાં બે વાર પરિવર્તન કરશે. જેમાં એક વખત તે મકર રાશિમાં પ્રવેશ કરશે અને બીજી વખત તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જે પછી તે કેટલીક રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.

શુક્ર ક્યારે કરશે ગોચર?

વૈદિક કેલેન્ડર અનુસાર, શુક્ર ડિસેમ્બરમાં બે વાર ગોચર કરશે. જેમાં તેઓ પહેલીવાર 2જી ડિસેમ્બરે બપોરે 12:05 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. તે પછી, 28 ડિસેમ્બરે, તે મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

કોને કોને થશે ફાયદો?

વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુભ અસર કરશે. વૃષભ રાશિને આર્થિક લાભ મળી શકે છે. આ સિવાય કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિની તક છે. આર્થિક સ્થિતિ મજબૂત અને સ્થિર બની શકે છે. આ સિવાય અંગત જીવનમાં ખુશીઓ આવશે. અટકેલા કામ થતા રાહત મળશે.

તુલા રાશિ

શુક્રનું ગોચર તુલા રાશિના લોકોના જીવન પર ખૂબ જ શુભ અસર કરશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જે લોકો વેપાર કરે છે તેઓને પૈસા કમાવવાના પ્રયાસો સફળ થશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

મકર રાશિ

શુક્રનું ગોચર મકર રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે કેમકે શુક્ર પહેલા મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિવાળા લોકોના વ્યક્તિત્વમાં સુધારો થશે અને તેમનો આત્મવિશ્વાસ વધશે. મનના સંકલ્પ સિદ્ધ થતા ખુશી મળશે.

કુંભ રાશિ

સંપત્તિ આપનાર શુક્ર દેવ ડિસેમ્બરમાં બીજી વખત કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે શુક્રનું ગોચર આ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકોને ધન કમાવવાની નવી તક મળશે, તેની સાથે જ કાર્યસ્થળમાં માન-સન્માનમાં વધારો થશે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. ખુશીથી જીવન છલકાશે



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય