વિક્રેતાઓ દ્વારા બ્રાન્ડેડ આર્ટીકલ્સના સ્ટોકનોસંગ્રહ કરાયો
સ્થાનિક નામાંકિત બ્રાન્ડેડ શોરૂમ તેમજ મોલમાં યુવાઓને ખરીદી અર્થે આકર્ષવા માટે ચિત્તાકર્ષક સુશોભન અને શણગાર કરાયા
ભાવનગર: પ્રેમની અભિવ્યકિતના અવસર ગણાતા વેલેન્ટાઈન સપ્તાહનો પ્રારંભ થતાની સાથે જ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ, પીરછલ્લા શેરી, એમ.જી. રોડ સહિતના વ્યાપારી વિસ્તારોમાં યુવાઓ તેમજ ખાસ કરીને કોલેજીયનો દ્વારા ખાસ મનપસંદ ઈંગ્લિશ ગુલાબ, ગીફટ આર્ટીકલ્સ, ડ્રેસ મટીરીયલ્સ, ઈલેકટ્રોનિકસ આઈટમ્સ, એન્ટીક અને વેડીંગ જવેલરી સહિતની વિશિષ્ટ ગણાતી ચીજવસ્તુઓની ખરીદીનો તેમજ તે અંગેની પુછપરછનો ધમધમાટ ક્રમશ વધી રહ્યો છે.