– કોરિયન ફ્લેગનું એલએનજી યોગ જહાજ આખરી સફરે અલંગ આવી રહ્યું છે
– સોમવાર અથવા મંગળવારે અલંગ પહોંચી રહેલા શિપનું જીપીસીબી દ્વારા ખાસ ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે
ભાવનગર : અલંગમાં આખરી સફરે આવી રહેલા એલએનજી યોંગ નામના શિપમાં પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોખમી કચરો હોવાની સંભાવનાને લઈને સરકારી એજન્સીઓ સતર્ક થઈ છે. કોરિયન ફ્લેગવાળું જહાજ આગામી સોમવારે અથવા મંગળવારે અલંગ પહોંચશે અને આ શિપમાં પર્ટાઈલનો જથ્થો હોવાની શંકાને પગલે જીપીસીબી દ્વારા ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોખમી આ જહાજને બાંગ્લાદેશ દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યું હતું.