– અમેરિકાના રોકાણકારો સાથે ધોખો ગૌતમ અદાણીને ભારે પડયો, એશિયાના અબજોપતિને અમેરિકાની જેલમાં જવું પડશે
– છેતરપિંડીના આક્ષેપ અદાણી જુથની કંપનીઓ માટે ક્રેડિટ નેગેટિવ: મૂડી’સ
– ક્રેડિટ રેટિંગ માટે સંબંધિત કંપનીની મૂડી ક્ષમતા તથા વહીવટી પદ્ધતિને ધ્યાનમાં લેવામાં આવે છે
મુંબઈ : અદાણી જુથના ચેરમેન ગૈૌતમ અદાણીતથા અન્ય સીનિયર અધિકારીઓ પર લાંચના આક્ષેપ બાદ રેટિંગ એજન્સી મૂડી’સે ગુરુવારે જણાવ્યું હતું કે, આવા આક્ષેપો જૂથની કંપનીઓ માટે ક્રેડિટ નેગેટિવ છે.
”અદાણી જુથની જ્યારે અમે આકારણી કરીએ છીએ ત્યારે લિક્વિડિટીની જરૂરિયાતને પહોંચી વળવા જુથની કંપનીઓની મૂડી ક્ષમતા અને તેમની વહીવટી પદ્ધતિ પર અમે ખાસ ધ્યાન આપીએ છીએ” એમ મૂડી’સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.