જ્યારથી અમેરિકાની ફેડરલ બેંકે પોલિસી દરમાં 0.50 દરથી કાપ મૂક્યો છે ત્યારથી ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત્ છે. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ ટકા સુધી રિટર્ન આપી ચુક્યા છે. તેના કરતાં પણ વધુ વિશેષ વાત તો એ છે કે, સેન્સેકસ જ્યાં 85 હજારના લેવલને સ્પર્શવાની તૈયારીમાં છે ત્યારે બીજી તરફ નિફ્ટી પણ 26 હજારના આંકડાના લેવલને જલ્દી પાર કરી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં શેરબજારમાં રોકાણકારોને 11.50 લાખ કરોડ રૂપિયાની તોતિંગ કમાણી થઈ છે.
મળતી માહિતી અનુસાર, શેરબજારમાં આ રેલી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ યથાવત્ રહી શકે છે. જ્યારે બીજી બાજું ઑક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધી તહેવારોની સિઝનની અસર પણ શેરબજારમાં જોવા મળશે. આનો અર્થ એ છે કે, આવતા કેટલાક મહિને શેરબજારના રહેવાના છે. વર્તમાન સમયમમાં શેરબજારમાં કયા પ્રકારના આંકડા જોવા મળે છે. તે જોઈએ.
રેકોર્ડ લેવલ ઉપર શેરબજાર
ગત કેટલાક દિવસોથી શેરબજાર રેકોર્ડ લેવલ પર પહોંચી રહ્યું છે. આંકડાઓ અનુસાર, બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય ઈન્ડેકસ સેન્સેકસ 84,980.53 અંકોની સાથે લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયું. બજાર બંધ થયા બાદ સેન્સેક્સના આંકડા 384.30 અંકોની તેજી સાથે 84,928.61 અંકો પર બંધ થયું છે. આમ તો આમ તો સેન્સેક્સ તેજીની સાથે 84,651.15 અંકોની સાથે ખુલ્યો હતો. શુક્રવારે સેન્સેકસમાં 1300 કરતાં વધુ પોઈન્ટની તેજી જોવા મળી હતી.
જ્યારે બીજી બાજું નેશનલ સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી પણ 26 હજારના આંકડાની નજીક પહોંચી ગયો છે. કારોબારી સેશનમાં નિફ્ટી 25,956 અંકોની સાથે લાઈફ ટાઈમ ઉપર પહોંચી ગયો. જ્યારે માર્કેટ બંધ થયા પછી નિફ્ટી 148.10 અંકોની તેજી સાથે 25,939.05 અંકો પર જોવા મળ્યો, આમ તો નિફ્ટી 25,872.55 અંકોની સાથે ઓપન થયો હતો. શુક્રવારે નિફ્ટીમાં આશરે બે ટકાની તેજી જોવા મળી હતી.