શારદીય નવરાત્રિનો આરંભ થઇ ચુક્યો છે. આ દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિમાં કન્યા પૂજન કરવાનું ખુબ જ મહત્ત્વ છે. કન્યાઓના ચરણ ધોઇને તેમની ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. માતાજી સાક્ષાત નવરાત્રિએ પૃથ્વી પર પધારે છે ત્યારે આ રીતે કન્યાનું પૂજન કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે. કેટલાક જાતકો ઘરે ગરબો પધરાવી ને માતાજીને રોજ નિવેદમાં ખીર-પુરી ધરાવે છે તો કેટલાક લોકો નવમાં કે આઠમા નોરતે એટલે મહાઅષ્ટમી કે નવમીએ માં નવદુર્ગાની વિશેષ પૂજા કરવાની પરંપરા છે આ દિવસે નવ, પાંચ કે સાત તમારી અનુકુળતા કે યથાશક્તિ અનુસાર ગોરણીઓને ભોજન કરાવવાનું આયોજન કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કન્યાઓમાં માતા નવ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. માતાજી પ્રસન્ન થઇને ભક્તોને સુખ-સમૃદ્ધિના આશિષ આપે છે. કન્યા પૂજનમાં 2થી 10 વર્ષની કન્યાને ઘરે બોલાવી પૂજન કરી ભોજન કરાવ્યા બાદ સોળ શણગાર આપવામાં આવે છે.
આ વખતે ક્યારે કરાશે કન્યાપૂજન
આ વખતે મહાઅષ્ટમી 11 ઓક્ટેબરે છે આ દિવસે કન્યા પૂજન કરવાથી માતાજી પ્રસન્ન થાય છે
મહાઅષ્ટમી કન્યા પૂજન 11 ઓક્ટેબરે સવારે 07 કલાક 47 મિનિટથી 10 કલાક 41 મિનિટ સુધી છે ત્યારબાદ બપોરે 12 કલાક 08 મિનિટથી 1 કલાક 35 મિનિટ સુધી પૂજા કરી શકાશે.
રાહુકાલ 10 કલાક 41 મિનિટથી બપોરે 12 કલાક 08 મિનિટ સુધી રહેશે.
મહાઅષ્ટમી અને નવમી તિથિ
આ દિવસે મહા અષ્ટમી અને નવમી 11 ઓક્ટોબરે છે આથી આ દિવસેકન્યા પૂજન કરી શકશો.
શારદીય નવરાત્રિ કન્યા પૂજન 2024 સામગ્રી
ગોરણીના પગ ધોવા માટે પ્લેટ, સ્વચ્છ પાણી અને ટુવાલ
કુમકુમ, સિંદૂર અને અક્ષત, મુદ્રા, પૂજા થાળી, ઘીનો દીવો, ગાયના છાણા ધુપ પ્રાગટ્ય માટે, ફૂલોની માળા, લાલ ચુંદડી, પ્રસાદમાં ખીર-પુરી અથવા ગોળ-ચણા. ભેટ
કન્યા પૂજન 2024નું મહત્વ
હિન્દુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન જ નહીં, કોઈપણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શારદીય નવરાત્રિ દરમિયાન કન્યાઓની પૂજા કરવાથી માતા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આ સાથે કુંડળીમાં નવ ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે.