નવલી નવરાત્રિએ ગરબે ઘુમવા ખેલૈયાઓ આતુર છે. માતાની સાધનામાં લીન ભક્તો માતાજીના નવ અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરશે. નવ દિવસમાં માતા રાણીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવ દિવસ સુધી ચાલતી શારદીય નવરાત્રિ દરમિયાન, ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરીને દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે.
મા દુર્ગાના નવ અવતાર છે – મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રિ, મા સિદ્ધિદાત્રી અને મા મહાગૌરી. એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાએ જુદા જુદા હેતુઓ પૂરા કરવા માટે આ નવ સ્વરૂપ ધારણ કર્યા હતા. મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા દરમિયાન નવદુર્ગાના બીજ મંત્રોનો જાપ ભક્તો માટે ફાયદાકારક સાબિત થાય છે. ચાલો જાણીએ મા દુર્ગાના 9 સ્વરૂપના બીજ મંત્રો વિશે…
મા શૈલપુત્રી બીજ મંત્ર
હ્રીં શિવાય નમઃ
મા બ્રહ્મચારિણી બીજ મંત્ર
હ્રીં શ્રી અંબિકાયે નમઃ ।
મા ચંદ્રઘંટા બીજ મંત્ર
ઐં શ્રીં શક્તાય નમઃ
મા કુષ્માંડા બીજ મંત્ર
ઐં હ્રીં દેવ્યૈ નમઃ ।
મા સ્કંદમાતા બીજ મંત્ર
હ્રીં ક્લીં સ્વામિણ્યાય નમઃ
મા કાત્યાયની બીજ મંત્ર
ક્લીં શ્રી ત્રિનેત્રાય નમઃ
મા કાલરાત્રિ બીજ મંત્ર
શ્રી કાલિકાયાય નમઃ
મા મહાગૌરી બીજ મંત્ર
શ્રી ક્લીમ હ્રીં વરદાય નમઃ ।
મા સિદ્ધિદાત્રી બીજ મંત્ર
હ્રીં ક્લીં ઘન સિદ્ધયે નમઃ ।
આ સિવાય નવરાત્રિના તમામ સમાચાર મેળવવા કરો અહીં ક્લીક….https://sandesh.com/navli-navratri-2024