32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષShani Gochar 2024: શનિદેવે રચ્યો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, 3 રાશિ થશે ધનવાન

Shani Gochar 2024: શનિદેવે રચ્યો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, 3 રાશિ થશે ધનવાન


ન્યાયના દેવતા સૂર્યપુત્ર શનિદેવનું જ્યોતિષમાં વિશેષ સ્થાન છે, જેને આઠમા ઘરનો કારક પણ માનવામાં આવે છે. માન્યતા છે કે જે લોકો પર શનિદેવ મહેરબાન હોય છે, તેમને જીવનમાં દરેક વસ્તુ ખૂબ જ ઝડપથી અને સરળતાથી મળી જાય છે. તેમને કંઈપણ પ્રાપ્ત કરવામાં કોઇ પણ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. શનિદેવ પલમાં રંકને રાજા બનાવી દે છે.

 કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી ઘણો ફાયદો થવાની સંભાવના 

વૈદિક કેલેન્ડર અનુસાર, આ સમયે કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે, જેના કારણે કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના થઈ છે. કેન્દ્ર ત્રિકોણ રાજયોગ 29 માર્ચ, 2025 સુધી રહેશે, જેની 12 રાશિના લોકો પર મિશ્ર અસર રહેશે. ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમને કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી ઘણો ફાયદો થવાની સંભાવના છે.

મેષ રાશિ

આ રાશિના લોકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરેક કાર્યમાં ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવી શકશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. જીવનમાં આવતી મુશ્કેલી ઓછી થશે. વેપારીઓને લાભ થશે. પ્રગત્તિના દ્વાર ખુલશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે આ સમય 29 માર્ચ 2025 સુધીનો સમય ગોલ્ડન સમય છે. ભાગીદારીમાં કામ કરવાથી નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે. પ્રમોશન મળશે. નાણાભીડ દૂર થશે. મુશ્કેલીનો સમય દૂર થવાથી જીવનમાં ખુશીનો અવસર આવશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે શનિના ગોચરથી બનેલો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ફળદાયી રહેશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે. આવક માટે નવી તક ખુલશે. નોકરિયાત લોકોને પગારવધારાના સારા સમાચાર મળી શકે છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય