28 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
28 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાSCO Summit: ઈમરાન ખાનની પાર્ટી PTIએ લીધો મહત્ત્વનો નિર્ણય, જાણો શું કર્યું?

SCO Summit: ઈમરાન ખાનની પાર્ટી PTIએ લીધો મહત્ત્વનો નિર્ણય, જાણો શું કર્યું?


પાડોશી દેશમાં SCO Summit પહેલાથી જ અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. આતંકવાદી હુમલા, વિરોધ પ્રદર્શન, ઠેર-ઠેર હુમલાનું વાતાવરણ છે. આ દરમ્યાન પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફએ મંગળવારે પોતાનો વિરોધ પ્રદર્શન સમાપ્ત કરી નાંખ્યો છે. પીટીઆઈએ એવું એટલા માટે કર્યું છે કારણ કે, અહીં શાંઘાઈ સહયોગ સંગઠનના સભ્ય દેશોના શાસનાધ્યક્ષોની પરિષદની 23મી બેઠક સઘન સુરક્ષા વચ્ચે શરૂ થવાની છે.
બે દિવસીય સીએચજી બેઠકમાં અર્થવ્યવસ્થા, વેપાર, પર્યાવરણ અને સામાજિક સાંસ્કૃતિક સંબંધોના ક્ષેત્રમાં જાહેર સહયોગ પર ચર્ચા કરવામાં આવશે અને સંગઠનના કામકાજની સમીક્ષા કરવામાં આવશે. સીએચજી બેઠકની અધ્યક્ષતા પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ કરશે.

સરકાર તરફથી ખાતરી મળી છે
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સોમવારે રાત્રે રાજધાનીમાં પોતાનો વિરોધ સમાપ્ત કરવા માટે સંમત થઈ હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે આ નિર્ણય સરકારની ખાતરી બાદ લીધો છે કે તે એક મેડિકલ ટીમને ઈમરાન ખાનને મળવા દેશે.

પીટીઆઈએ વિરોધની જાહેરાત કરી હતી
એસસીઓની બેઠક પહેલા સત્તાવાળાઓએ ઈમરાન ખાન સહિત રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ કેદીઓ સાથે તમામ પ્રકારની મીટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે સરકારને ખાનને જેલમાં મળવા દેવા માટે દબાણ કરવા માટે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. સોમવારે મોડીરાત્રે આ મુદ્દો ઉકેલાઈ ગયો જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે સરકારની ખાતરી સ્વીકારી કે મંગળવારે ખાનને ડૉક્ટરને મળવાની મંજૂરી આપવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય