વડોદરાઃ શહેરની સ્કૂલોના આચાર્યો પહેલેથી જ નમો લક્ષ્મી યોજના માટે ઈ કેવાયસી, વિદ્યાર્થીઓના અપાર આઈડી( ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમિક એકાઉન્ટ રજિસ્ટ્રી)ની કામગીરીના ભારણ હેઠળ છે ત્યારે હવે તેમને આગામી દિવસોમાં યોજનારા ખેલ મહાકૂંભમાં મહત્તમ રજિસ્ટ્રેશન માટેની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે આજે ડીઈઓ કચેરી દ્વારા તમામ સ્કૂલોના આચાર્યોની બેઠક બોલાવીને અપાર આઈડીની કામગીરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે ખેલ મહાકૂંભ માટે વિદ્યાર્થીઓના વધારે રજિસ્ટ્રેશન થાય તે માટે પ્રયાસો કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
જોકે સરકાર તરફથી વારંવાર અપાતી કામગીરીઓને લઈને આચાર્યો અને શિક્ષકોમાં કચવાટ છે.એક આચાર્યે કહ્યું હતું કે, નમો લક્ષ્મી યોજનામાં હજી પણ રેશનકાર્ડમાં નામનોના ફેરફારની સમસ્યા ઉભી છે.