સૂર્ય પુત્ર શનિદેવના નામ માત્રથી લોકો થરથર ધ્રુજે છે. શનિદેવ હાલમાં કુંભરાશિમાં બિરાજમાન છે અને વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યા છે. શનિદેવે આ વર્ષે રાશિ પરિવર્તન નથી કર્યુ પણ નક્ષત્ર ગોચર જરૂરથી કરી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી તમામ રાશિ પર અસર થશે. કેટલાકને ફાયદો તો કેટલાક ભારે ભરખમ નુકસાન થશે. આવતા મહિને શનિદેવ તેની ચાલ બદલશે ઓક્ટોબરમાં શનિદેવ રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરશે આ રાશિ થઇ જશે માલામાલ.
રાહુના નક્ષત્રમાં શનિનું ગોચર ક્યારે થશેઃ
શનિદેવ હાલમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે, જેનો અધિપતિ ગ્રહ ગુરુ છે. દ્રિક પંચાંગ અનુસાર શનિ 3જી ઓક્ટોબરે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. શતભિષા નક્ષત્રનો અધિપતિ ગ્રહ રાહુ છે. બપોરે 12.10 વાગ્યાની આસપાસ શનિનું ગોચર થઈ શકે છે.
શતભિષા નક્ષત્રમાં શનિ કેટલો સમય રહેશેઃ
શનિદેવ 26 ડિસેમ્બર સુધી રાહુના નક્ષત્રમાં રહેવાના છે. દ્રિક પંચાંગ અનુસાર 27મી ડિસેમ્બરે શનિદેવ ઉલટી ગતિ કરતા વક્રી અવસ્થામાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે.
રાહુના નક્ષત્રમાં શનિનું સંક્રમણ કઈ રાશિ માટે ફાયદાકારક છે?
શનિના શતભિષા નક્ષત્રમાં પ્રવેશથી મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. પરંતુ મૂળ કુંડળીમાં શનિની સ્થિતિ અનુસાર પરિણામ મળશે. મૂળ કુંડળી મુજબ જે રાશિઓ માટે શનિ નકારાત્મક પ્રભાવ હેઠળ રહેશે તેમના માટે નકારાત્મકતામાં વધારો થશે. તેમણે કહ્યું કે આ સાથે જો રાહુ પણ જન્મ કુંડળીમાં કોઈપણ રીતે નકારાત્મક પ્રભાવ હેઠળ હશે તો શનિનો નકારાત્મક પ્રભાવ વધુ જોવા મળશે. આ માટે શનિ સંબંધિત ઉપાયો કરવાથી સકારાત્મક રહેશે. શતભિષા નક્ષત્રમાં શનિના પ્રવેશને કારણે મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. પરંતુ મૂળ કુંડળીમાં શનિની સ્થિતિ અનુસાર પરિણામ મળશે.