31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છલાકડિયા-આડેસર હાઇવે પર રેતી, ચાઈનાકલે ચોરતા 4 ડમ્પર ઝબ્બે | Sand on...

લાકડિયા-આડેસર હાઇવે પર રેતી, ચાઈનાકલે ચોરતા 4 ડમ્પર ઝબ્બે | Sand on Lakdia Adesar highway 4 dumpers stolen by Chinakal



ફ્લાઈંગ સ્કવોડની કાર્યવાહી બાદ સ્થાનિક કચેરીના દરોડા 

બે કરોડથી વધુ મુદ્દામાલ કબ્જે કર્યોઃ ૮.૪૯ લાખનો દંડ

ગાંધીધામ : ભચાઉ પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડની ટિમ દ્વારા વાગડ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં તત્વો પર ધોંસ બોલાવવામાં આવી હતી. જેમાં માત્ર એક રાત વચ્ચે જ ૧૮ ડમ્પર ઝડપી નોંધનીય કામગીરી કરી હતી ત્યારે હવે પૂર્વ કચ્છ ખાણ ખનીજ કચેરીની ટિમ દ્વારા લાકડિયા-આડેસર હાઇવે પરથી રેતી અને ચાઈનાકલેનું વહન કરી રહેલા વધુ ૪ ડમ્પરને ઝડપી લીધા હતા. 

આ અંગે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશા એન.એ. પટેલ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, શનિવારે આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં લાકડિયા-આડેસર હાઇવે પર ગેરકાયદેસર રીતે સાદી રેતી અને ચાઈનાકલેનું વહન કરી રહેલા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૨ ડમ્પર સાદી રેતી ભરેલા અને ૨ ડમ્પર ચાઈનાકલે ભરેલા ઝડપી લેવામાં આવ્યા હતા. ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતું હોવાથી ખાણ ખનીજ વિભાગની ટિમ દ્વારા ૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દરોડા બાદ રૂ. ૮.૪૯ લાખનો દંડ ફટકારવાની કામગીરી પણ ચાલુમાં જ હોવાનું જણાવવામાં આવ્યું હતું. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય