વડોદરા,શહેર ગુનેગારોને હવાલે થઇ ગયું છે. ચોરી, લૂંટ, મર્ડર, મારામારીની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે. આજે વહેલી સવારે દિવાળીપુરા વિસ્તારમાં ત્રણ લૂંટારાઓ ઘરમાં ચોરી કરી તેમજ વૃદ્ધ મહિલાના ગળામાંથી અછોડો તોડીને બિન્દાસ્તપણે ફરાર થઇ ગયા હતા.
દિવાળીપુરા પેરિસ નગર સોસાયટીમાં રહેતા કમલેશબેન સિતારામભાઇ ગુપ્તા અને તેમના પતિ એકલા જ રહે છે. તેમના ત્રણ સંતાનો વિદેશમાં છે જ્યારે એક દીકરી રાજસ્થાનમાં રહે છે.