Vadodara : વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલંઘન કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. પરંતુ આ વાહનચાલકો ઈ-ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાઈ છે. અક્ષરચોક વિસ્તારમાં તમામ પ્રકારના વાહનચાલકોને રસ્તામાં રોકી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેના કારણે ટ્રાફિકનું ભરણ પણ રાજમાર્ગો પર વધી રહ્યું છે.