મેષ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. બેંકના, વીમા કંપનીના કામ થાય.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવે. રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કાર્યવાહીમાં આપે સંભાળવું પડે. ધીરજ અને શાંતિ રાખવા.
કર્ક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં લાભ થાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં ઉકેલ આવે.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થવાની કોશિશ કરે.
તુલા : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સંભાળવું પડે. કામકાજમાં પ્રતિકુળતા જણાય. વાહન ધીરે ચલાવવું.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે. મુલાકાત થાય.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. વાદ-વિવાદથી દૂર રહેવું.
મકર : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ-આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ રાહત જણાય નહીં. માતૃપક્ષે ચિંતાનું આવરણ આવી જાય.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. સહકાર્યકરવર્ગ-નોકર ચાકરવર્ગનો સાથ રહે.
– અગ્નિદત્ત પદમનાભ