23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસBusiness: વ્યાજ દરને લઈ RBIના ગવર્નર શક્તિકાંત દાસનું મહત્ત્વનું નિવેદન, વાંચો

Business: વ્યાજ દરને લઈ RBIના ગવર્નર શક્તિકાંત દાસનું મહત્ત્વનું નિવેદન, વાંચો


દેશની મોટી અને મહત્ત્વની રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, હમણાં વ્યાજ દરમાં કાપનો યોગ્ય સમય નથી આવ્યો. દેશમાં મોંઘવારી વધેલી છે. આગળ પણ આમાં વધું ઘટાડાની શક્યતા નથી. આવામાં અમે વ્યાજ દર ઘટાડવાનું જોખમ નથી લેવા માગતા. આરબીઆઈએ આ મહિને થયેલી મોનેટ્રી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખવાની જાહેરાત કરી હતી. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દ્વારા કાપ પછી તમામને આશા હતી કે, આરબીઆઈ પણ આવું કરી શકે છે. પરંતુ આરબીઆઈએ પોતાનો નિર્ણય આપીને સૌને ચોંકાવી દીધા હતા. 


ફુગાવાના દર પર નજીકથી નજર રાખીને, તે ધીમો થવાની રાહ જોવી

એક કાર્યક્રમમાં સંબોધન કરતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે હવે વ્યાજ દર ઘટાડવાથી સંકટ સર્જાઈ શકે છે. આ માટે આપણે મોંઘવારી દર પર ચાંપતી નજર રાખવી પડશે. જો તમારો આર્થિક વિકાસ દર સારો છે તો હાલમાં તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. જો ફુગાવાનો દર 4 ટકાની આસપાસ રહેશે તો અમે વ્યાજ દર ઘટાડવા અંગે ગંભીરતાથી વિચારણા કરીશું. આ વિશે આપણે અનુમાન લગાવવાની જરૂર નથી. આપણે ડેટાની રાહ જોવી જોઈએ.

આગામી 6 મહિના ફુગાવાને લઈ ખૂબ જ સંવેદનશીલ

RBIના ગવર્નર શક્તિકાંત દાસના મતે આગામી 6 મહિના ફુગાવાના સંદર્ભમાં ખૂબ જ સંવેદનશીલ છે. અમને પૂરી આશા છે કે મોંઘવારી દર 4 ટકાના સ્તરે આવી જશે. અગાઉ, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ સંકેત આપ્યો હતો કે નાણાકીય વર્ષ-2026માં મોંઘવારી દર 4 ટકા પર રહેશે. ગયા અઠવાડિયે, MPC (મોનેટરી પોલિસી કમિટી) એ સતત 10મી વખત વ્યાજ દરો સ્થિર રાખવાની જાહેરાત કરી હતી. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ડિસેમ્બરમાં યોજાનારી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ, આરબીઆઈ ગવર્નર હાલમાં આવા મૂડમાં હોય તેવું લાગતું નથી.

RBI એક્સચેંજ રેટનું સંચાલન કરતી નથી

વિશ્વની અન્ય સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાના મુદ્દે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાંસે કહ્યું કે અમે હજુ આ બાબમાં જોડાવા માંગતા નથી. અમે રાહ જુઓ અને થોભોના મોડમાં છીએ. યોગ્ય સમય આવશે ત્યારે જ અમે આ અંગે નિર્ણય લઈશું. અમે અન્ય કેન્દ્રીય બેંકોના નિર્ણયોની અર્થવ્યવસ્થા પર અસર જોઈ રહ્યા છીએ. પરંતુ, અમારી પ્રાથમિકતા દેશમાં ફુગાવો, આર્થિક વૃદ્ધિ અને અર્થવ્યવસ્થા છે. આ સિવાય તેમણે સ્પષ્ટતા કરી કે અમે વિનિમય દરનું સંચાલન કરતા નથી. અમે અમારી જરૂરિયાત મુજબ ડોલરની ખરીદી અને વેચાણ કરીએ છીએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય