35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતરાજકોટRajkot: ટ્રાફિક સમસ્યા હળવી કરવા મોટા સર્કલ તોડવાની કામગીરી શરૂ, જુઓ Video

Rajkot: ટ્રાફિક સમસ્યા હળવી કરવા મોટા સર્કલ તોડવાની કામગીરી શરૂ, જુઓ Video


રાજકોટ મનપા દ્વારા મોટા સર્કલ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા કોર્પોરેશન દ્વારા સર્કલ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીની એજન્સી દ્વારા સર્કલ તોડવા માટે અભિપ્રાય આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં કોટેચા સર્કલ તેમજ અલગ-અલગ મોટા સર્કલોને ટ્રાફિક હળવો કરવા માટે તોડવામાં આવી રહ્યા છે.

અનેક સર્કલમાં સવાર સાંજ ટ્રાફિકથી લોકો પરેશાન

રાજકોટમાં કોટેચા સર્કલ સહિતના અનેક સર્કલોમાં સવાર અને સાંજ સમયે ટ્રાફિક સમસ્યાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા. રાજકોટ મહાગનરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મોટા સર્કલને તોડીને સર્કલ નાના બનાવવામાં આવશે. રાજકોટમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરતની SVNP એજન્સી દ્વારા સર્કલ તોડવા માટે અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

કોટેચા સર્કલ તેમજ અલગ અલગ મોટા સર્કલ તોડ્યા

રાજકોટમાં કોટેચા સર્કલ તેમજ અલગ-અલગ મોટા સર્કલો ટ્રાફિક હળવો કરવા માટે તોડવામાં આવી રહ્યા છે. કોટેચા સર્કલ સહિતના અનેક સર્કલોમાં સવાર, બપોર, સાંજ ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા હતા. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મોકાજી સર્કલ,જડુસ સર્કલ, રેયા ટેલીફોન એક્સચેન્જ સર્કલ સહિત પાંચ સર્કલ નાના બનાવવામાં આવશે. મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરાઈ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય