ગુજરાત રાજય ગાંધીનગરની સુચનાથી ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી ઝુંબેશ અંતર્ગત ઠેર-ઠેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
તે સંદર્ભે શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યુ હતું કે, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલ દુકાનો સામે થ્રી વ્હીલ અને ફેરવીલ પાર્ક થતી હોય જેથી ટ્રાફ્કિની સમસ્યા થાય છે. ઉપરાંત દુકાનોની સામે ફેરિયાઓ બેસી રહેતા હોય રવિવારના દિવસે બજારમાં ઘણી ભીડને લીધે ચોરીના બનાવો બને છે. બીજા વેપારીએ લાખાજી રાજના પૂતળા પાસે ઘણી વખત સેકસ વર્કર ઊભા રહી હેરાન પરેશાન કરતા હોય આ સમસ્યા દૂર કરવા જણાવ્યું હતું.