અમદાવાદ ડિવિઝનના વટવા-ગેરતપુર સેક્શનમાં બ્રિજ નંબર 711 કિમી 483/25-31 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
શોર્ટ ટર્મિનેટેડ ટ્રેન
18 નવેમ્બર 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ નડિયાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન નડિયાદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
ટ્રેનો સંપૂર્ણપણે રદ
- 18 નવેમ્બર 2024ની ટ્રેન નંબર 09273/09312 વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ રદ રહેશે.
- 20 નવેમ્બર 2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
- 20 નવેમ્બર 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમૂ રદ રહેશે.
આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ટ્રેનમાં અને પાટા પર રિલ્સ બનાવનારને થશે જેલ!
ટ્રેન કે રેલવેના પાટા પર રીલ બનાવનારા હવે સાવધાન થઈ જજો. જો આ જગ્યાઓ પર રીલ બનાવતી વખતે સુરક્ષાનું જોખમ ઉત્પન્ન કર્યું તો FIR દાખલ કરવામાં આવશે. રેલવે બોર્ડે આ સંદર્ભે પોતાના તમામ ઝોનને નિર્દેશ આપી દીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો રીલ બનાવનારા સુરક્ષિત રેલવે કામગીરી માટે ખતરો ઊભો કરે છે અથવા કોચ અથવા રેલવે પરિસરમાં યાત્રીઓ માટે અસુવિધાનું કારણ બને છે તો તેમની સામે FIR નોંધવામાં આવશે.
રીલ બનાવવામાં લોકોએ તમામ હદો વટાવી દીધી
રેલવે બોર્ડના આ દિશા-નિર્દેશ તાજેતરમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા બાદ આવી છે, જેમાં ખાસ કરીને યુવાનોએ પોતાના મોબાઇલ ફોનથી રેલવે ટ્રેક પર અને ચાલતી ટ્રેનોમાં સ્ટંટ કરતાં વીડિયો બનાવવામાં રેલવે સુરક્ષા સાથે ચેડાં કર્યા છે.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘લોકો રીલ બનાવવામાં તમામ હદો વટાવી ચૂક્યા છે. તેઓ ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ રેલવે ટ્રેક પર વસ્તુઓ મૂકીને અથવા વાહનો ચલાવીને અથવા ચાલતી ટ્રેનોમાં ખતરનાક સ્ટંટ કરીને સેંકડો મુસાફરોની સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે.’ એવા ઘણા વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા છે જેમાં બતાવવામાં આવ્યું છે કે લોકો સેલ્ફી લેતી વખતે ટ્રેનની નજીક જતા રહ્યા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. ટ્રેનની અડફેટે આવતાં ઘણા લોકોએ ઘટનાસ્થળ પર જીવ ગુમાવી દીધો હતો. રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રાજકીય રેલવે પોલીસ (GRP)ને નિયમોનું ઉલ્લંઘન કરીને રીલ બનાવનારાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા માટે કહેવામાં આવ્યું છે.
રેલવે પ્રમુખ રૂટો પર કવચ 4.0 ઝડપથી સ્થાપિત કરશે
ભારતીય રેલવેએ જણાવ્યું કે, તે સમગ્ર દેશમાં દસ હજાર રેલ એન્જિનો અને 14,375થી વધુ રૂટ કિલોમીટર (RKM) ટ્રેક પર અદ્યતન કવચ 4.0 ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમની લગાવવામાં તેજી લાવી રહ્યું છે. ભારતીય રેલવેનું લક્ષ્ય 2030 સુધીમાં તમામ મુખ્ય માર્ગો પર કવચને ઝડપથી અમલમાં મૂકવાનું છે.