જ્યોતિષ શાસ્ત્રમાં નક્ષત્રનું ખૂબ મહત્વ રહ્યું છે. કુલ 27 નક્ષત્રો છે જે વ્યક્તિની કુંડળીમાં પોતાનો પ્રભાવ છોડે છે. આમાંના કેટલાક એવા નક્ષત્ર છે જેનો લોકો પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. આમાંથી એક પુષ્ય નક્ષત્ર છે. આ નક્ષત્રની ખાસ વાત એ છે કે આ નક્ષત્ર દરમિયાન સ્થાવર મિલકત ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષમાં તેનું ખૂબ મહત્વ છે. આ નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ નક્ષત્રમાં સોનું અથવા કોઈ સ્થાવર મિલકત ખરીદવામાં આવે તો સંપત્તિમાં વધારો થાય છે.
પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે.
તે 27 નક્ષત્રોમાં 8મા સ્થાને છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્ર દિવાળી પહેલા આવશે આ દરમિયાન આ નક્ષત્રને સોનું અને ચાંદી ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે. જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે રવિવાર હોવાથી રવિ-પુષ્ય ગુરૂવારે આવે તો ગુરૂપુષ્ય નક્ષત્ર કહેવાય છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો હંમેશા બીજાના કલ્યાણ માટે તત્પર હોય છે, તેમને બીજાની સેવા કરવી અને મદદ કરવી ગમે છે.
પુષ્ય નક્ષત્ર કયા દિવસે હોય છે?
પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરે સવારે 11.45 કલાકે શરૂ થશે. તેમજ 25 ઓક્ટોબરે બપોરે 12.30 કલાકે સમાપ્ત થશે. આ વખતે ગુરૂવારે આ નક્ષત્ર હોવાથી ગુરૂ પુષ્યનક્ષત્ર કહેવાય છે. આ પ્રસંગે તમે દરેક પ્રકારની ખરીદી કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ નક્ષત્ર કોઈપણ વસ્તુ ખરીદવા માટે શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે. જો આ નક્ષત્રમાં સ્થાવર મિલકતની ખરીદી કરવામાં આવે તો તે મહત્તમ લાભ આપે છે. દિવાળી પર લોકો સોના-ચાંદી જેવી વસ્તુઓ ખરીદે છે. આ નક્ષત્રમાં આ વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો ફાયદો પણ જોવા મળે છે. આ નક્ષત્ર દિવાળીના 6 દિવસ પહેલા આવતુ હોય છે.
શું ખરીદી શકાય
આ નક્ષત્રમાં તમે ફ્લેટ, મકાન, ખેતીની જમીન ખરીદી શકો છો. આ સિવાય બિઝનેસ સંબંધિત વસ્તુઓ ખરીદવા માટે પણ આ યોગ્ય સમય માનવામાં આવે છે. તમે આ દિવસે સોનું-ચાંદી, પ્લેટિનમ, ડાયમંડ, ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર પણ ખરીદી શકો છો. આ સિવાય ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ઓવન અને લેપટોપ જેવી વસ્તુઓ પણ આ દિવસે ખરીદી શકાય છે.