અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ બોક્સ ઓફિસ પર રેકોર્ડનો ઈતિહાસ રચ્યો છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટી ઓપનિંગ લેનારી ફિલ્મનો બીજો વીકેન્ડ આજથી શરૂ થઈ ગયો છે.
સૈકનિલ્કના જણાવ્યા મુજબ પ્રથમ સપ્તાહમાં, ફિલ્મે તમામ ભારતીય ભાષાઓમાં 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમાં પેઈડ પ્રીવ્યૂમાંથી રૂપિયા 10.65 કરોડની કમાણીનો પણ સમાવેશ થાય છે. તો 9માં દિવસે એટલે કે ગઈ કાલે ફિલ્મની કમાણી 36.4 કરોડ રૂપિયા હતી. ફિલ્મની 10માં દિવસની કમાણી સાથે સંબંધિત પ્રાથમિક આંકડાઓ પણ સામે આવ્યા છે.
પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન
સકનિલ્ક પર ઉપલબ્ધ ડેટા મુજબ ફિલ્મે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 16.98 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
દિવસ | કલેક્શન (કરોડોમાં) |
પ્રથમ દિવસ | 164.25 |
બીજો દિવસ |
93.8 |
ત્રીજો દિવસ | 119.25 |
ચોથો દિવસ | 141.05 |
પાંચમો દિવસ | 64.45 |
છઠ્ઠો દિવસ | 51.55 |
સાતમો દિવસ | 43.35 |
આઠમો દિવસ | 37.45 |
નવમો દિવસ | 36.4 |
દસમો દિવસ | 21.34 |
કુલ | 783.54 |
RRRનો લાઈફટાઈમ કલેક્શનનો રેકોર્ડ તૂટ્યો
પુષ્પા 2 એ પહેલા જ જવાન, પઠાણ, કલ્કી 2898 એડી જેવી ફિલ્મોના લાઈફટાઈમના કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેની રિલીઝના 10માં દિવસે જ ફિલ્મે બાહબુલીના ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના લાઈફટાઈમના કલેક્શનને પાર કરી લીધું છે.
રામચરણ, તેજા અને જુનિયર NTR સ્ટારર ‘RRR’, 2022 માં રીલિઝ થઈ, તેને 782.2 કરોડ રૂપિયાની કમાણી કરી. હવે અલ્લુ અર્જુનની પુષ્પા 2 આ ફિલ્મના રેકોર્ડને સ્પર્શતા આગળ વધી ગઈ છે.
અલ્લુ અર્જુનની ધરપકડ વચ્ચે પુષ્પા 2ની કમાણીમાં વધારો
અલ્લુ અર્જુનની ગઈ કાલે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી નીચલી અદાલતે તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ તેલંગાણા હાઈકોર્ટે તેમને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા.
જેલ પ્રશાસને ગઈકાલે તેને ટેકનિકલ કારણોસર મુક્ત કર્યો ન હતો. એક્ટરને આજે સવારે લગભગ 7.30 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યો છે. આવા સમયે, પુષ્પા 2 ની કમાણી માં કોઈ ઘટાડો થયો ન હતો, પરંતુ 9માં દિવસે કમાણી 8માં દિવસે કમાણી ની આસપાસ રહી હતી.