વડોદરા : સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરૃષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઇ ખાતે ૯૦ વર્ષની વયે નિધન થયુ છે. ગુજરાતી સુગમ સંગીતને તેઓએ લોકપ્રિય બનાવ્યુ હતું. આજે મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે જ પવિત્ર આત્માની વિદાય થવી એ બતાવે છે કે તેઓ સાચા અર્થમાં સૂરના સાધક હતા.
વડોદરા પુરૃષોત્તમભાઇનું મોસાળ છે, તેમના માતા મકરપુરાની સૌજન્ય સોસાયટીમાં જ્યારે બહેન કાપડી પોળમાં રહેતા હતા
વડોદરા ખાતે પુરૃષોત્તમભાઇના પરિચીત ઉપેન્દ્ર સોની (લાલાભાઇ)એ કહ્યું હતું કે ‘પુરૃષોત્તમભાઇ જ્યારે પણ વડોદરા આવે ત્યારે હોટલમાં નહી પરંતુ તેમના પરિચીતોને ત્યાં અથવા તો મારા ઘરે જ રોકાતા હતા.