પીએચડીની પ્રવેશ પરીક્ષા પાસ કરનારા જૂના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મુદ્દે
ગાઈડ નહીં ફાળવાતાં જે વિદ્યાર્થીઓ પીએચડી કરી નથી શક્યા તેમને પ્રવેશની તક આપવા માંગ ઃ પીેચડી પ્રવેશ પરીક્ષામાં યુનિ.ની વિસંગત નીતિ – રીતિ સામે ભારે વિરોધ
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પીએચડીની પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અગાઉ પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોનો સમાવેશ કરવામાં નહી આવતા આજે વિદ્યાર્થી કાર્યકરો દ્વારા દેખવો અને સુત્રોચ્ચાર બાદ કુલપતિની કચેરીએ ઘેરાવ કરવામાં આવ્યો હતો.