30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યરોગપ્રતિકારકતા માટે પ્રોટિન ઉપયોગી, સાથે વધુ ના લેવાઇ જાય તેની કાળજી પણ...

રોગપ્રતિકારકતા માટે પ્રોટિન ઉપયોગી, સાથે વધુ ના લેવાઇ જાય તેની કાળજી પણ જરુરી | Protein is useful for the immune system but care must be taken not to overdo it


રોગપ્રતિકારકતા માટે પ્રોટિન ઉપયોગી, સાથે વધુ ના લેવાઇ જાય તેની કાળજી પણ જરુરી 1 - image

નવી દિલ્હી,16 ઓકટોબર,2024,બુધવાર 

વજન ઘટાડવા અને ઇમ્યૂનિટી વધારવા માટે પ્રોટિનવાળો ખોરાક લેવામાં આવે છે, આજકાલ કોરોનાકાળમાં રોગપ્રતિકારકશકિત પર ખૂબ ભાર મુકવામાં આવી રહયો છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે વધારે માત્રામાં પ્રોટિન લેવાથી પણ શરીરમાં નુકસાન થઇ શકે છે.

જયારે પ્રોટિન વધારે લેવાય ત્યારે શરીરમાં ચરબી તરીકે જમા થાય છે આ ઉપરાંત એમિનો એસિડ શરીરમાંથી બહાર નિકળે છે જે આગળ જતા વજન વધારવાનું કામ કરે છે. કાર્બનનું ઓછું સેવન કરવાથી અને પ્રોટિન વધારવાથી લાંબા ગાળે આંતરડામાં કબજીયાત થાય છે. કાર્બોહાઇડ્રેટમાંથી ફાઇબર મળે છે જે  આંતરડાને સારા રાખે છે.વધુ પાણી પીવાથી અને ફાઇબરનું સેવન કરવાથી આ સમસ્યામાંથી બચી શકાય છે.

 પ્રોટિન વધારે લેવાથી શ્વાસ અને બોડીની ગંધ પણ વધી જતી હોય છે. શરીરમાં ચયાપચયની ક્રિયા દરમિયાન એવા રસાયણો પેદા થાય છે જે દુર્ગંધનું કારણ બનતા હોય છે. ડેરી પ્રોડકટમાં પણ વધારે પ્રોટિન અને ચરબી હોય છે આથી તેનો પણ પ્રમાણસર ઉપયોગ કરવો હિતાવહ છે.લાંબા સમય સુધી હાઇ પ્રોટિન આહાર લેવાથી કિડની પણ પ્રભાવિત થઇ શકે છે.

રોગપ્રતિકારકતા માટે પ્રોટિન ઉપયોગી, સાથે વધુ ના લેવાઇ જાય તેની કાળજી પણ જરુરી 2 - image

જે લોકોને કિડનીની સમસ્યાથી પીડાય છે તેના માટે પ્રોટિનનો વધુ ઉપયોગ જોખમી સાબીત થાય છે. કિડની પર વધારાનો લોડ પડે છે. આ એમીનો એસિડમાં જોવા મળતા નાઇટ્રોજનના પ્રમાણના કારણે થાય છે.પ્રોટીન વધારે લેવાથી શરીરમાં હાડકા પર પણ વિપરિત અસર થાય છે જેમાં ઓસ્ટિઓપોરોસિસ એટલે કે હાડકાના દુખાવાની ફરિયાદ રહે છે,

કેટલાક  સ્ટડીમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે પ્રોટિનનું વધારે પ્રમાણ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. સામાન્ય રીતે એક વ્યકિતએ રોજના ૫૦ થી ૬૦ ગ્રામ પ્રોટીનની જરુર પડે છે. મહિલાઓને ૫૦ ગ્રામ જયારે પુરુષોને ૬૦ ગ્રામ પ્રોટિન પુરતું છે. અતિ સર્વત્ર વર્જયતે નો નિયમ બધાજ ઔષધો અને ખોરાકને લાગુ પડે છે આથી સમતોલ આહાર પર ધ્યાન આપવું હિતાવહ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય