Private Employees Salary Hike: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના તાજેતરમાં જાહેર થયેલા જીડીપીના આંકડાઓએ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. આ ત્રિમાસિકમાં જીડીપી માત્ર 5.4 ટકા હતો. આ મામલે નીતિ ઘડવૈયાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે છેલ્લા ચાર વર્ષમાં કંપનીઓના નફામાં ચાર ગણો વધારો થયો હોવા છતાં કર્મચારીઓના પગારમાં નોંધનીય વધારો થયો નથી.
ખાનગી કર્મચારીઓના પગારને લઈને કોર્પોરેટ બોર્ડરૂમ અને મુખ્ય આર્થિક મંત્રાલયો વચ્ચે ઘણી ચર્ચા થઈ રહી છે.